તમે અમને વિદાય આપો કે ના.આપો,
અમે તો પળમાં ભૂતકાળ બની જવાનાં.
તમે તો ખોલી દીધા તાળાં, અમે તો ખુલ્લા ,
એ વયોમમા પંખી બની ઉડી જવાનાં.
સબંધોની કૂપળો ફૂટાડી તમે, અમે તો હવે ,
પાનખરમાં પાદડા બની ખરી જવાનાં.
ફૂલોની જેમ તમે મલકાવયા અમારા મુંખડા,
અમે તો હવે તારલા બની ચમકી જવાનાં.
હવાની લહેરખીમા તમને આપી યાદો,
અમે તો હવે વંટોળ ની જેમ વાય જવાનાં.
તમે તો અમને ભાવવિભોર બનાવી દીધા,
અમે તો હવે વારદડી જેમ વરસી જવાનાં.
પતંગિયા ની જેમ તમે અમને પ્યાર બનાવ્યા,
અમે તો હવે ઢળતા રવિ જેમ આથમી જવાનાં.
તમે તો લખી આપી અમને સ્લેમ,
અમે તો હવે એ વાંચી-વાંચી જિંદગી જીવી જવાનાં.
Nice..
ReplyDelete