Thursday 28 February 2019

પાગલ ના બન

"પાગલ ના બન "
પાગલ ના બન તેની યાદોમા,
     આસુડાની ધારમા ઝરણું વહે છે.
પાગલ ના બન તેની તેજમાં,
      અજવાળાની રમઝટમા તપે છે કળી.
પાગલ ના બન તેની હસીમા
       રડાવી,હસાવી ચાલી જશે.
પાગલ ના બન તેની દુનિયામાં,
     કાવતરા કરી ફસાવી જશે.
પાગલ ના બન તેની પળોમાં,
       આત્માની જેમ ચાલી જશે.
પાગલ ના બન તેની આંખોમાં,
        ખોટું દેખાવડો રમાડી જશે.
પાગલ ના બન તેની દેહ ઉપર,
        ક્શણભંગુર કમાલ દેખાડી ભડભડ બળી જશે.
પાગલ ના બન તેની ચહેરા ઉપર,
              કમાયેલા ફૂલની જેમ પડતા વાર નહિ લાગે.
    
પાગલ ના બન તેની કમાણી ઉપર,
       વાદળી જેમ ટમટમ વરસી જશે.
પાગલ ના બન તેની વિચારોમાં,
         ચળકતા કોકની જેમ અભિમાની બની જશે.
પાગલ ના બન તેની ખૂશીઓમા,
દુઃખોની જાળમાં ફસાતા વાર નહિ લાગે.

Sunday 10 February 2019

યાદોની એક ઝંખના

                 "યાદોની એક ઝંખના"

યાદોની એક ઝંખના કમાયેલા જિંદગીમાં ફોરમ આપી             ગઈ
યાદોની એક ઝંખના લીલાસમ ઉપવનમાં તારવી ચમકાવી ગઈ
યાદોની એક ઝંખના અંધકારની પળોમાં ઉદાસીન બારી     ઉઘાડી ગઈ
યાદોની એક ઝંખના ખૂણામાં પડેલી જિંદગીને ખીલવી ગઈ
યાદોની એક ઝંખના ઉથલપાથલ કરતા વિચારોને ખિજાઈને ગઈ
યાદોની એક ઝંખના પાનખરમાં સુખની લહેરખી લહેરાવી ગઈ
યાદોની એક ઝંખના કોઈના શબ ઉપર આસૂડાની વાર રડી વરસાવી ગઈ
યાદોની એક ઝંખના ઉતાવળમાં યાદોમાં તાળા તોડી ગઈ

મુંઝવણ અનુભવું છુ

                  "મુઝવણ અનુભવું છુ"
આંખોની પાંપણો ફફડીને આંખો મીંચાઈ ગઈ
          તેથી મુંઝવણ અનુભવું છું કીડી
    
જેવી આ નાનકડી દુનિયામાં મનની ઘેલછા સમાઈ ગઈ                  તેથી મુંઝવણ અનુભવું છું
કેવું ખીલ્યું આ ગુલાબનું ફૂલ જયાં કાંટાની મૂળ સમાઈ ગઈ
તેથી મુંઝવણ અનુભવું છું
વિચારું છું સફળતાની કેડી કંડારુ પણ મળતી નિષ્ફળતાથી મુંઝવણ અનુભવું છું
રમઝટ કરતી લહેરખી જેમ આવી જશે જયાંરે પાનખર આવી જાય છે ત્યારે મુંઝવણ અનુભવું છું
મૃત્યુ તો હવાની લહેરખી જેમ આવી જશે
              પણ આત્મા માનતો નથી તેથી મુંઝવણ અનુભવું છું .