Thursday, 28 February 2019

પાગલ ના બન

"પાગલ ના બન "
પાગલ ના બન તેની યાદોમા,
     આસુડાની ધારમા ઝરણું વહે છે.
પાગલ ના બન તેની તેજમાં,
      અજવાળાની રમઝટમા તપે છે કળી.
પાગલ ના બન તેની હસીમા
       રડાવી,હસાવી ચાલી જશે.
પાગલ ના બન તેની દુનિયામાં,
     કાવતરા કરી ફસાવી જશે.
પાગલ ના બન તેની પળોમાં,
       આત્માની જેમ ચાલી જશે.
પાગલ ના બન તેની આંખોમાં,
        ખોટું દેખાવડો રમાડી જશે.
પાગલ ના બન તેની દેહ ઉપર,
        ક્શણભંગુર કમાલ દેખાડી ભડભડ બળી જશે.
પાગલ ના બન તેની ચહેરા ઉપર,
              કમાયેલા ફૂલની જેમ પડતા વાર નહિ લાગે.
    
પાગલ ના બન તેની કમાણી ઉપર,
       વાદળી જેમ ટમટમ વરસી જશે.
પાગલ ના બન તેની વિચારોમાં,
         ચળકતા કોકની જેમ અભિમાની બની જશે.
પાગલ ના બન તેની ખૂશીઓમા,
દુઃખોની જાળમાં ફસાતા વાર નહિ લાગે.

5 comments: