Friday 20 March 2020

હકિકત

ઝાંઝવામાં તો ઝરણું વહે છે ,
ખાબોચિયામાં તો યાદ છલકાય છે.
પાનખર આવી' ને ઠૂઠામાં કૂપળો ફૂટી.
ઠેબે ચડેલા વિચારો નવીનતા માં તો ઘેલા થઈ ગયા.
 પહાડો તો ઊભા રહીને થાકી ગયા.
 ખરીને પહેલું પાંદડું તો વાત કરે .
રવિ તો ઉગતો આવે છે 'ને 
 પરોઢિયા માં ઝાકળઉડાડતો આવે છે.
 અથડાયેલા સાગર ને તો નજર લાગે છે તરસ્યાની.
 પડછાયો બે ડગલા ચાલી અરીસામાં સમય ગયો 
ખુલ્લા એ નભમાં મૃત્યુ પંખી બને ઊડવા લાગ્યું .
ફૂલડાની માળા માં પરોવાયેલલી ચાંદની ,
પસંદ ગીતો સંભળાવો ની દુનિયામાં છે.

2 comments: